Gujarat

વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા ખાતે સમગ્ર રઘુવંશી સમાજની એકતાની ઓળખ સમાન રામધામનું નિર્માણ થતાં રઘુવંશી ચેતના અને તેના ઓજસ સમગ્ર વિશ્ર્વમાં પથરાશે. રઘુવંશી ક્રાંતિ મંચની તમામ ટીમ ઉપસ્થિત રહીને જીતુભાઈ સોમાણીના અભિયાનમાં સંમિલિત થયાં

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૧૨-૨-૨૦૦૨૨ના રોજ ચોટીલા પાસે જાલીડા મુકામે અંદાજિત ૧૦૦ કરોડ કરતાં વધુના ખર્ચે નિર્માણ થનાર અને રઘુવંશીની ઓળખ સમાન રામધામ ખાતે હાજર રહેવા માટે રઘુવંશી ક્રાંતિ મંચને પણ આમંત્રણ મળેલ. આ સંદર્ભે રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર, અશ્વિનભાઈ વિઠલાણી , સોનલબેન વસાણી  તેમજ અન્ય રઘુવંશીક્રાતિ મંચની તમામ ટીમ હાજર રહેલ..ત્થા વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્ય, રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર  તેમજ અન્ય જ્ઞાાતિ શ્રેષ્ઠિઓનું શ્રી જીતુભાઈ સોમાણી (વાંકાનેર વિધાનસભાના રઘુવંશી  ઉમેદવાર)દ્વારા તલવાર..પાઘડી તેમજ રામાયણ અપર્ણ કરી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગમાં સૌથી શ્રેષ્ટ વાત એ હતી કે શ્રી શ્રી શ્રી મહામંડળેશવર ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી મહારાજ શ્રીના આશીર્વચન મળ્યાં તેમજ જે ૨૦૧૭થી શ્રી જીતુભાઈ સોમાણીએ રામમંદિર  માટે પગમા ચંપલ(પગરખાં) નહીં પહેરવાની ટેક(પ્રતિજ્ઞા) લીધી હતી હવે એ સપનું સાકાર થતાં મહારાજશ્રીના કહેવાથી ગ્રહણ કર્યા. આમ રામધામ માટે  જમીન સંપાદન થયેલ અને જીતુભાઈ સોમાણીના અથાગ પ્રયત્નથી રઘુવંશીની ઓળખ સમાન  રામધામના નિર્માણના પાયા નખાયા..આ પ્રસંગે રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ શ્રી ડો. ધર્મેશ ઠક્કર તેમજ  તેમની ટીમ દ્વારા જીતુભાઈ સોમાણીનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આમ રામધામ સાથે રઘુવંશી સમાજની એક અનોખી પહેચાન પણ પ્રસ્થાપિત થશે.. હવે બસ રઘુવંશી ચેતના અને તેનાં ઓજસ સમગ્ર વિશ્ર્વમાં પથરાશે..

IMG-20220214-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *