Gujarat

છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી દ્રારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરગામ ગામે ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાંડની કુલ-૨૧૬ બોટલો સાથે કુલ કિ.રૂ.૩૧૮૦૦/- નો પ્રોહી મુદદામાલ ઝડપી ગણનાપાત્ર કેસ કરવામાં આવ્યો… 

                            ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશનના કાયદાનું કડક રીતે પાલન થાય તેમજ પ્રોહી બુટલેગરો પોતાની ગેરકાયદેસરની પ્રવૃતી કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક  એ.વી.કાટકડ નાઓએ પોતાના અંગત બાતમીદારોને સક્રીય કરેલ હતા. દરમ્યાન આજરોજ અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશનના ડુંગરગામ ગામે રહેતા  અમરસીંગભાઇ જંગુભાઇ નાનો પોતાના ઘરમાં ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારુ લાવી વેચાણ કરે છે તેવી હકિકત મળતા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકિકતથી વાકેફ કરી તાત્કાલીક હકિકતમાં જણાવ્યા મુજબની જય્ગાએ જવા રવાના થયેલ હતા દરમ્યાન ડુંગરગામ ગામે પહોચી ઉપરોકત હકિકતવાળા ઘરને કોર્ડન કરતા ઘર ખુલ્લુ હોય ઘરમાં તપાસ કરતા સદર ઘરમાંથી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાંડની બોડલો મળી આવેલ જે કુલ બોટલ નંગ-૨૧૬ કુલ કિંમત રૂપીયા-૩૧૮૦૦/- નો મુદદામાલ કબજે કરી આરોપી અમરસીંગભાઇ જંગુભાઇ રહે- ડુંગરગામ સરપંચ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો ઘરે હાજર મળી આવેલ નહી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
                             આમ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ તથા તેઓના સ્ટાફના માણસોએ પ્રોહી.બુટલેગરો દ્રારા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાસ કરી  કુલ બોટલ નંગ-૨૧૬ કુલ કિંમત રૂપીયા-૩૧૮૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પનવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આરોપી વિરૂધ્ધમાં આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ  છોટાઉદેપુર

IMG-20220214-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *