*રાજકોટ શહેરની જયોતિ C.N.C. માં તૈયાર થયેલ. ધમણ-૧ વેન્ટીલેટર સામે તબીબોએ ઉઠાવ્યા સવાલો.*
*રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ-૧ વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી છે. રાજકોટમાં બનેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-૧ કોરોનાના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નહિ હોવાનો દાવો તબીબોએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સરકાર પાસે બીજા ૧૦૦ હાઈએન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરી છે. સિવિલમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ માં ૫૦ અને કિડની હોસ્પિટલ માટે ૫૦ એમ કુલ.૧૦૦ હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરાઈ છે. ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ ૭૫ ધમણ-૧ વેન્ટિલેટર કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરાઈ છે. આ વેન્ટિલેટર પર કોરોનાના ગંભીર દર્દીઓને મૂકતાની સાથે તેમનું મૃત્યુ નિપજતું હોવાનું ડોકટરોના ધ્યાને આવ્યું છે. જયારે રાજકોટમાં ધમણ-૧ બનાવનાર પરાક્રમસિંહ જાડેજાએ આ અંગે ખુલાસો કર્યો છે કે, રિકવાયરમેન્ટ ફુલફિલ થતી નથી. હાયર ફુલફિલ મશીન જોઈએ. ધમણ-૧ કોરોના માટે જ બનાવવામાં આવ્યું છે. અને એ ૧૦૦% ચાલી શકે તેમ છે. ધમણ-૧ ને લઈને કોઈ ફરિયાદ પણ અમારા સુધી મળી નથી. કોવિડ ૧૯ના દર્દીઓને ધ્યાનમાં રાખીને જ મશીન બનાવ્યું છે. ધમણ-૧ પ્રેશર કન્ટ્રોલ વેન્ટિલેટર બનાવ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


