*લોકડાઉનમાં જેતપુરમાં ફસાયેલા રાજકોટના ફકીર પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું નરાધમે નવાગઢ પાસે દુષ્કર્મ આચયુ.*
*રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ ગેબનશાહ પીરની દરગાહ પાસે ફુલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ફકીર યુવક પોતાની બે પુત્રી અને પત્ની સાથે જેતપુર ખાતે ભિક્ષાવૃતિ માટે આવ્યા હતા. તે દરમિયાન લોકડાઉન જાહેર થતા ફકીર પરિવાર જેતપુરમાં જ ફસાયો હતો. જેતપુરના નવાગામ ચોકડી નજીક હાઇ-વે પર છેલ્લા દોઢ થી પોણા બે માસથી પડયા પાથર્યા રહેતા અને અન્નક્ષેત્રમાંથી જમવાનું મેળવી રહેતા પરિવારને જેતપુર પોલીસે લોકડાઉન દરમિયાન અહીં જ રહેવાની સુચના આપી હતી. ફકીર પરિવારે પણ નજીકમાં પોલીસ ફરજ બજાવતા હોવાથી નિશ્ચિંત બની દરરોજ ફુટપાથ પર સુઇ જતા હતા. બાળકીનું અપહરણ કરી શનિવારી બજાર ભરાય છે. તે મેદાનમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા બાળકીએ બુમાબુમ કરતા નજીક રહેતા કેટલાક યુવાનો જાગી ગયા હતા. અને બાળકીને બચાવવા દોડી ગયા તે દરમિયાન નરાધમ ભાગી છુટયો હતો.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


