Gujarat

ગીરસોમનાથ જીલ્લામાં બાઇક કરી કરનાર ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા..

ગીરસોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, એસ પી ઓમપ્રકાશ જાટની સુચનાથી જીલ્લા એલ.સી.બી ક્રાઇમ બ્રાંન્ચની ટીમે બાઇક ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જીલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે કોડીનાર, સોત્રાપાડા તરફ વોચગોઠવી ત્રણ શખ્સોને પુછપરછ કરતા પાંચ બાઇકોની ચોરી કરી હોવાનું કબુલાત કરતા તમામ બાઇકના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રમેશ નાનજી પરમાર રહે. સુત્રાપાડા, દિનેશ મનજી સોલંકી, પરેશ સામત ધોળકીયા રહે. મૂળ કુબડા તા.ધારી વાળાને ગીર સોમનાથ જીલ્લા એલસીબી, ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએથી ત્રણ શખ્સોને પકડી પાડી પુછપરછ કરતા ત્રણેય શખ્સોએ અલગ અલગ જગ્યાએથી પાંચ બાઇકો નં. જીજે ૩૨ સી ૪૪૯૪, જીજે ૩૨ સી ૫૩૭૫, જીજે ૩૨ એફ ૨૯૦૬, જીજે ૦૫ કેએમ ૭૪૪૬, જીજે ૧૧ ક્યુ ૮૭૨૮ કુલ કિ.રૂ.૬૪ હજારની ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા ત્રણેય બાઇક ચોરો સામે પોલીસે આગળની વધુ પુછપરછ કરી તપાસ હાથ ધરેલ છે.

-બાઇક-કરી-કરનાર-ત્રણ-શખ્સોને-ક્રાઇમ-બ્રાન્ચે-ઝડપી-પાડ્યા...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *