Gujarat

વલસાડના ધરમપુરમાં સૂચિત પૈખેડ ડેમને લઈ આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો

વલસાડ
ધરમપુરમાં સૂચિત ડેમનો આદિવાસીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુરમાં ડેમ નહીં બનવા દઈએનો અનંત પટેલે હુંકાર કર્યો હતો. જેને લઈ હજારોની સંખ્યામાં આદિવાસીઓ રસ્ત પર ઉતર્યા હતા. કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસે ચેકપોસ્ટ ઉભા કરી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોચ્યા હતા. લડેગે જીતેગે ડેમ નહી બનવા દઈએ, વિકાસ ચાહીએ વિનાસ નહીં જેવા બેનરો સાથે આદિવાસીઓએ ચુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસીઓ જંગલ વિસ્તારમાંથી ધરમપુર પહોચ્યા હતા. જેને લઈ ધરમપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. ધરમપુરને ઘેરવા ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. સુચિત ડેમનો ધરમપુરમાં જાેરદાર વિરોધ થઈ રહ્યો છે. વાસંદાના ધારાસભ્યની આગેવાનીમાં તેમજ આદિવાસી નેતાઓની હાજરીમાં જંગી રેલી નિકળી હતી. ધરમપુરના ઈતિહાસમાં પહેલી વાર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરમપુરમાં બિરસા મુંડા સર્કલથી આદિવાસીઓએ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપશે.વલસાડના ધરમપુરમાં સૂચિત પૈખેડ ડેમને લઈ આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. હજારોની સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા હતા. જ્યા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં આવેદન પત્ર આપશે. ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. આદિવાસીઓએ નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *