Delhi

જનરલ વી.કે.સિંહે પોલેન્ડથી ૪૩૭ મુસાફરોને દિલ્હી મોકલ્યા

નવીદિલ્હી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી હંગેરીના બુડાપેસ્ટ પહોંચ્યા, જ્યાં તેઓ તેમના દેશના નાગરિકોને મળ્યા. એક ભારતીય વિદ્યાર્થીએ માહિતી આપી છે કે ઓપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ પણ બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. યુક્રેનમાંથી તેને બહાર કાઢવા બદલ વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને સરકારનો આભાર માન્યો છે.ર્ આ સાથે જ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ પોલેન્ડ પહોંચી ગયા છે. ત્યાં તેઓ વોર્સોમાં ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં રહેતા ૮૦ ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા. કેન્દ્રીય મંત્રી દ્વારા પોલેન્ડથી બે વિશેષ વિમાનમાં ભારતીય નાગરિકોને રવાના કરવામાં આવ્યા હતા. એક પ્લેન ૨૧૮ અને બીજા પ્લેનમાં ૨૧૯ ભારતીય નાગરિકોને પોલેન્ડના રેઝેજાે એરપોર્ટથી દિલ્હી લઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સ્લોવાકિયા જવા રવાના થયા છે. રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ત્રણ ફ્લાઈટ મંગળવારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયને લઈને ભારત પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બે શહેરોમાંથી રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં ફસાયેલા વધુ ૬૧૬ ભારતીય નાગરિકોને ત્રણ ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે. મંગળવારે ઈન્ડિગોએ બે ફ્લાઈટ ઓપરેટ કરી હતી જ્યારે ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક ફ્લાઈટ ઓપરેટ કરી હતી.ભારતે ૨૬ ફેબ્રુઆરીના રોજ યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા અને હંગેરી દ્વારા તેના નાગરિકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. ભારત સરકાર તેના નાગરિકોની વાપસી માટે અન્ય દેશો સાથે સતત વાતચીત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફ્રાંસ, પોલેન્ડના રાષ્ટ્રપતિ અને યુરોપિયન યુનિયનના પ્રમુખ સાથે પણ વાત કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં લગભગ ૨૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના ૪૦ ટકા વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ઝોનમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે. તેમને પણ ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ ૧૩૦૦૦ ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર તેના નાગરિકોની વાપસી માટે સતત પ્રયાસો કરી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ચાર મંત્રીઓની ટીમ બનાવી છે.જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા(ત્નઅર્ંૈટ્ઠિઙ્ઘૈંઅટ્ઠ જીષ્ઠૈહઙ્ઘૈટ્ઠ)ને રોમાનિયા, જનરલ વીકે સિંહને પોલેન્ડ, હરદીપ પુરીને હંગેરી અને કિરણ રિજિજુને સ્લોવાકિયાથી ભારતીય નાગરિકોને પરત લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Union-Minister-General-VK-Singh-with-Indian-citizens-in-Poland.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *