Gujarat

પ્રમુખ શ્રી વેકરિયા અને સાંસદ શ્રી કાછડિયાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપના ભવ્ય વિજયની અમરેલીમાં ઉજવણી

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સંકલ્પ સાથે અને સેહી હી સંગઠનના મંત્ર સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટીને તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં ભવ્ય વિજય મળ્યો. અત્ર તત્ર સર્વત્ર કમળ ખીલ્યુ છે.
ભાજપના ભવ્ય વિજયની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે કરવામાં આવી હતી. અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ વિજયના વધામણા કર્યા હતાં. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, દેશના સર્વાધિક લોકપ્રિય, આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને વિશ્વ નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની આ કમાલ છે. કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી જે વિકાસના મીઠા ફળો પહોંચ્યા છે તેનું આ પરિણામ છે. સાથે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનું નેત્તૃત્વ સર્વમાન્ય બન્યું છે. ભારતીય લોકશાહીના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે કે એક જ વ્યક્તિ ફરી વખત સતત બીજી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભાજપનું રાષ્ટ્રીય અને જે તે રાજ્યના નિર્ણાયક નેતૃત્વ અને કર્મનિષ્ઠ કાર્યકરોની મહેનતના પરિણામે આ ભવ્ય સફળતા મળી છે.
આ તકે, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી મયુરભાઈ માંજરિયા, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોપટ, ડો. ભરતભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220310-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *