આવેદનપત્રમાં જણાવેલ હતું કે છોટાઉદેપુર જિલ્લામાં જગતના તાત ગણાતા ખેડૂતોને ઘણા સમયથી અનિયમિત વીજળી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું, પરંતુ હાલ માંડ ૫ થી ૬ કલાકજ વીજળી તૂટક તૂટક અનિયમિત આપવામાં આવે છે તેનાથી ખેડૂતોને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે અને અનિયમિત વીજ પુરવઠાને લીધે ઉનાળો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતી ઊભી થઈ છે. ખેતીમાં મોંઘુ બિયારણ, ખાતર,દવાનો ખર્ચ કરી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે તે જોવાની સરકારને ફુરસત નથી અને ખેડૂતોને હેરાન કરવામાં કોઈ કસર છોડી નથી.
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે છતાં ખેડૂતોને વીજળી આપવામાં અન્યાય કેમ? ઉદ્યોગો માટે ૨૪ કલાક વીજળી અને ખેડૂતોને માત્ર ૬ કલાક અને એ પણ અનિયમિત
આમ આદમી પાર્ટી દ્વારા સરકાર ખેડૂતોને સત્વરે નિયમિત ૮ થી ૧૦ કલાક વીજળી મળે અને બાકી રહેલ ફીડરમાં સૂર્યોદય યોજના સામેલ કરે તથા ખેડૂતોના ઉનાળુ પાક નિષ્ફળ ન બને અને સરકાર ખેડૂતોના હિતમાં જલ્દી નિર્ણય લેતે માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


