મુંબઈ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. આ બંનેની કેમેસ્ટ્રીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ આ કપલ તેમના લગ્નને લઈને ચર્ચાઓમાં હતા. હવે એવું જણાવાઈ રહ્યું છે કે રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. હવે આ લગ્ન પર રણબીરના ફોઈ રીમા જૈને પોતાનું મૌન તોડ્યું છે. રણબીર કપૂરના ફોઈ રીમા જૈનને તાજેતરમાં રણબીર અને આલિયાની વેડિંગ ડેટને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે રીમા જૈનએ જણાવ્યું હતું કે, આ બંને સ્ટાર્સ હજુ લગ્ન નથી કરી રહ્યા. તેણીએ આગળ જણાવ્યું હતું કે, ”મને આ બાબત વિષે કોઈ જાણકારી નથી. તેઓ બંને લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે તે વિષે મને કોઈ જ ખબર નથી. જ્યારે તેઓ બંને લગ્નનો ર્નિણય કરશે, ત્યારે સૌને જાણ થઇ જશે.” રણબીરના ફોઈએ આગળ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી આલિયા અને રણબીરના લગ્નને લઈને કોઈ જ તૈયારી નથી કરી, તો આવામાં આટલું જલ્દી કઈ રીતે થઇ શકશે. જાે બંનેના લગ્નની વાત સાચી હોત, તો એ તેમના માટે શોકિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી રણબીર અને આલિયાના લગ્નની અફવાઓ સતત ઉડી રહી છે. જાે કે, તેમની વેડિંગ ડેટને લઈને આ સ્ટાર કપલ તરફથી કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી કે તેમના પરિવારે પણ કોઈપણ પ્રકારની જાણકારી આપી નથી. આલિયા અને રણબીર પોતાની આગામી લાંબા સમયથી રાહ જાેવાતી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં બનારસથી બંનેની વાયરલ તસવીરો સામે આવી હતી. બનારસમાં આ સ્ટાર કપલે આ ફિલ્મ માટે એક રોમાંટિક સોંગનું શૂટ કર્યું હતું. બ્રહ્માસ્ત્રના સેટથી રણબીર અને આલિયાનો લૂક સામે આવી ગયો છે. થોડા દિવસો પૂર્વે, અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાનો ૨૯મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બ્રમ્હાસ્ત્ર ફિલ્મ આગામી તા. ૦૯/૦૯/૨૦૨૨ના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમના ફેન્સ આ ફિલ્મ નિહાળવા માટે ખુબ જ ઉત્સાહિત છે.બોલીવુડના વર્તમાન સમયમાં અત્યારે સૌથી લોકપ્રિય ગણાતા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, તેમના વફાદાર ફેન્સ હવે આલિયા અને રણબીરના લગ્નને લઈને વધુ સમય રાહ જાેવા માંગતા નથી. ત્યારે આ બાબતે તાજેતરમાં રણબીર કપૂરના ફોઈ એટલે કે, રીમા જૈનએ મોટો ખુલાસો કર્યો છે. રણબીર અને આલિયાએ તાજેતરમાં જ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘બ્રમ્હાસ્ત્ર’નું શૂટિંગ વારાણસી ખાતે પૂર્ણ કર્યું છે.


