દેશના વિવિધ રાજ્યોમાં 21 વર્ષ સુધી દેશ સેવા કરી સેવાનિવૃત થઈ માદરે વતન પરત ફરેલ શાંતિભાઈ રાઠવાનું છોટાઉદેપુર રેલવે સ્ટેશને ગ્રામજનો ,સ્થાનિક આગેવાનો અને માજી સૈનિક સંગઠન અને જય જવાન ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ શાંતિભાઈ રાઠવાની સ્વાગત સન્માન રેલી નગરમાં નીકળી હતી જેમાં આદિવાસી શૈલીમાં ડીજે ના તાલે નાચગાન કરી ઉત્સાહ ઉમંગ સાથે તેમનું વાજતે ગાજતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


