Gujarat

અમરેલી જિલ્લા એસ. પી. શ્રી નિર્લિપ્તરાયની પ્રમોશન સાથે બદલી થતાં સમગ્ર અમરેલી જિલ્લાનાં નાગરિકો વતી નિર્લિપ્તરાયને વિદાય આપવા માટે યોજાયેલ વિદાય સમારંભમા સાવરકુંડલા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ નાકરાણીએ પણ હાજરી આપી હતી. આ વિદાય સમારંભ સંદર્ભે તેના પ્રતિભાવો કંઈક આવા હતાં જો કે એક ખાલીપો અવશ્ય સર્જાયો છે. નવનિયુક્ત એસ. પી. હિમકર સિંઘ પણ તેણે કંડારેલી કેડી પર જ ચાલશે એવું આમજનતાનું માનવું છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આ સંદર્ભે સાવરકુંડલા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ નાકરાણીના પ્રતિભાવ તેનાં જ શબ્દોમાં. ‘આજે વિદાય સંભારભમાં  હાજરી આપી ખૂબ આનંદ અનુભવ્યો. આપણાં અમરેલી જિલ્લાના એસ.પી. તરીકે નિર્લિપ્તરાય સાહેબની કામગીરી હંમેશને માટે અમરેલી જિલ્લાની જનતા યાદ રાખશે એમણે અમરેલી જિલ્લામાં વ્યાજખોરો, ગુંડા તત્વો, અસામાજિક તત્વો, એમની ઉપર લગામ રાખવાનું કાર્ય કર્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.’ ખરેખર પોલીસ તંત્ર એ જનતાના મિત્ર છે. અને કાયદો દરેક માટે એક સમાન છે. આ સૂત્રને ચરિતાર્થ કરી સમગ્ર અમરેલી જીલ્લાના પોલીસ તંત્રની ઈમેજ માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ ઉજળી કરી દેખાડી છે. સમગ્ર અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર એ માટે ગૌરવ અનુભવતું  હશે જ.. આમ તો તમામ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા તેને વિદાય આપવામાં આવી હતી. એક વાત નોંધનીય પણ આ વિદાય સમારંભ દરમિયાન જોવા મળી હતી કે અમરેલી જિલ્લામાં અત્યારસુધીના ઇતિહાસમાં આવી જબરદસ્ત લોકપ્રિયતા મળી હોય તેવાં લગભગ આ પ્રથમ અધિકારી છે જેને આવી લોકચાહના મળી હોય.. સમગ્ર આમજનતાની શુભેચ્છાઓ એ જ  તેમની કારકિર્દીનું અનેરું ભાથું જ ગણાય એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એક વાત પણ આ સંદર્ભે સ્પષ્ટ ફલિત થાય છે કે જો કોઈ પણ અધિકારી સંપૂર્ણ નિષ્ઠા અને ફરજ પ્રત્યે સતત સજાગ હોય અને આમજનતાનાં દુખદર્દને જો પોતીકાપણાનાં ભાવથી સમજ્યા હોય અને એ સંદર્ભે કાયદાની મર્યાદામાં રહીને તે દુખ દર્દ, અન્યાય કે ફરિયાદનું નિરાકરણ કરવાનો સોટકા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો હોય તેવા અધિકારીઓનું આમજનતાના હ્રદયમાં એક અનોખું અને નિરાળું સ્થાન હોય છે જે આ વિદાય સમારંભ દરમિયાન ફલિત થયું

IMG-20220405-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *