સાગર નિર્મળ
જૂનાગઢ
મહાનગરપાલિકા જૂનાગઢ અને કૃષિ યુનર્વિસટી જૂનાગઢનાં સયુંકત ઉપક્રમે તેમજ કમિશ્નર શ્રી રાજેશ એમ. તન્નાનાં માર્ગદર્શન હેઠળ તેમજ માનનીય વડાપ્રધાનનાં સ્વપ્ન અનુસાર વર્ષ – 2025 સુધીમાં ટીબી રોગ નાબૂદીકરણ અંતર્ગત તા.05/04/2022 ને મંગળવારનાં રોજ સવારે 10:30 કલાકે કૃષિ યુનર્વિસટી કોન્ફન્સમ હોલ, જુનાગઢ ખાતે કૃષિ યુનર્વિસટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા ટીબી રોગ નાબૂદીકરણ માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ યુનર્વિસટીમાં પ્રિન્સિપાલ અને ડીન શ્રી એસ. જી. સાવલિયા, પોગ્રામ કોડીનેટરશ્રી ડો.વી.આર માલમ તેમજ સીટી ટીબી ઓફિસરશ્રી ડો. સ્વયંપ્રકાશ પાંડે, મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો. બી.એચ. તાબેથીયા, ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે સીટી ટીબી ઓફિસરશ્રી ડો. સ્વયંપ્રકાશ પાંડે દ્વારા માયક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફત જણાવવામાં આવ્યું હતું કે યુવાનોને ધ્રુમપાન અને કેફી પીણાંનાં વ્યસનોથી દૂર રહેવું જોઇએ જેથી આ રોગ ફેલાવવાની શક્યતા ઓછી રહે અને ટીબી રોગનાં લક્ષણ દેખાય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં મફત તપાસ કરાવવી અને સારવાર લેવી. આ કાર્યક્રમ કૃષિ યુનર્વિસટી જૂનાગઢમાં બહોળી સંખ્યામાં વિદ્યા્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.


