મંત્રીશ્રી સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે તેમજ વિવિધ એ.પી.એમ.સી.ની મુલાકાત લેશે
જામનગર તા.૦૫ એપ્રિલ,આવતીકાલ તા.૦૬ એપ્રિલ બુધવારથી તા.૦૮ એપ્રિલ શુક્રવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૬ના રોજ બોપોરે ૧૨:૪૦ કલાકે એ.પી.એમ.સી. કાલાવડ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત લેશે ત્યારબાદ બાલંભડી, મુરીલા, નપાણીયા, ખીજડિયા, બામણગામ, રીનારી સહિતના ગામોમાં લોકસંપર્ક યોજશે. તા.૦૭ના રોજ ૧૨:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. ૧૫ કલાકે કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજશે. તા.૦૮ના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે ૧૪.૦૦ થી ૧૭.૦૦ કલાક સુધી લોકસંપર્ક યોજશે.
૦૦૦૦૦૦
વિરેન્દ્રસિંહ પરમાર
