વડોદરા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલયની પાછળ આવેલી પ્રતાપકુંજ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય શિરીષભાઈ શાહ દાંડિયા બજાર વિસ્તારમાં સ્ટેશનરીનો વેપાર કરે છે. શાળામાં વેકેશનની રજાઓ મળતા તેઓ પોતાના ઘરને તાળું મારી તા. ૧૨ જાન્યુઆરીના રોજ પરિવાર સાથે અમદાવાદ મુકામે ગયા હતા. જ્યાંથી તા. ૧૬ જાન્યુઆરીના રોજ પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. તિજાેરીનું ખાનું તોડી રોકડા રૂપિયા ૨.૭૦ લાખ, ચાંદીના સિક્કા નંગ ૧૫ મળીને કુલ રૂપિયા ૨.૭૬ લાખની ચોરી થઈ હતી. ઘટના સમયે ફરિયાદીને પોતાની ભાભી ઉપર શંકા હોવાથી જે-તે સમયે ફરિયાદ કરી ન હતી. આ બનાવ અંગે શિરીષભાઇ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રતાપકુંજ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને તિજાેરીમાંથી રૂપિયા ૨.૭૦ લાખ રોકડા અને ચાંદીના સિક્કા સહિત કુલ ૨.૭૬ લાખની મત્તાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.


