Gujarat

જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઈ લોકપ્રશ્નો સાંભળતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.૦૮ એપ્રિલ, ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ ગામોની શુભેચ્છા મુલાકાત લઈ લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકોની માંગણી તથા રજૂઆત પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રીશ્રીએ અલિયાબાળા, મોડપર, બાલંભડી, ભાવાભીખીજડીયા, નપાણીયા ખીજડીયા, બામણગામ અને રીનારી ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સ્થાનીક આગેવાનો તથા નાગરીકો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો તેમજ વિવિધ ગામોમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુલાકાત દરમિયાન આ દરેક ગામમાં મંત્રીશ્રીનું ફુલહાર અને કુમકુમ કરી સ્વાગત કરી મંત્રીશ્રીને આવકારવામાં આવ્યા હતા. મંત્રીશ્રી દ્વારા દરેક ગામોના વિકાસલક્ષી તેમજ વ્યકતિગત કામોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોનો ત્વરિત ઉકેલવા લાવવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પ્રવાસ કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરીયા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મુકેશભાઈ ડંગરીયા, આરોગ્ય સમિતીના ચેરમેન શ્રી જગદિશભાઈ સાંગાણી, વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડિયા, નાનજીભાઈ ચોવટીયા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખશ્રી ભુમિતભાઈ ડોબરીયા, શ્રી ભીમજીભાઈ મકવાણા, શ્રી રાજુભાઈ મારવીયા, શ્રી જયેશભાઈ વાઘાણી, કેશુભાઈ પાનસુરીયા, ધિરૂભાઈ ભંડેરી, સતીષભાઈ સાંગાણી, ગામના સરપંચશ્રીઓ સહિત બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

raghvajibhai-patel-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *