વડોદરા
કોરોના કાળ દરમિયાન રાત દિવસ ફરજ બજાવનાર તબીબોને હવે પોતાની માંગણીઓને લઇ સરકાર સામે બાયો ચઢાવવાનો વખત આવ્યો છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબોને હડતાળ પર જવાની ફરજ પડી છે. વડોદરા જિલ્લાના ૨૫૦ સહિત રાજ્યના ૧૦ હજાર તબીબો હડતાળ પર જતા ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ઉપર માઠી અસર જાેવા મળી હતી. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. અગાઉ રૂપાણી સરકાર દ્વારા થયેલ સમજૂતી મુજબ તા. ૩૧-૩-૨૦૨૨ સુધી તમામ માંગણીઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજદિન સુધી કોઈ કામ થયું નથી. જેમાં કેન્દ્રના ધોરણે પરંપરા મુજબ તા. ૧-૭-૨૦૧૭ થી ૨૦ ટકા એનપીએ આપવું, એડહોક સેવા વિનિમિયત કરી ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, ૧૫ ટકા સિનિયર ટયૂટરોને ત્રીજા ટીકુનો લાભ આપવો સહિતની માંગ પૂરી ન થતાં તમામ તબીબોએ આજથી અચોક્કસ મુદતની હડતાળનો ર્નિણય લીધો છે. પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત ૨૦૧૨થી ચાલુ છે. ૧૬ મે ૨૦૨૧ના રોજ એન.પી.એ માટે ઠરાવ થયો હતો. જાેકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ વાર હડતાળ મોકૂફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. તા. ૩૧ માર્ચ વિતી ગઇ હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો ર્નિણય લીધો છે. વધુમાં જણાવ્યું હતું કે , અમારી માંગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું શસ્ત્ર પસંદ કર્યું છે. છેલ્લા બે દિવસથી પાંચ કેડર, પાંચ એસોસિએશન હડતાળ પર ગયા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , જી.એમ.ઇ.આર.એસ ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, જી.એમ.એસ કલાસ ૨ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ઇ.એસ.આઈ.એસ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર પણ આજથી અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે.ગુજરાત રાજ્યના સરકારી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરો પાચમાં દિવસે ગાયત્રી હવન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે આરોગ્ય વિભાગની તમામ સેવાઓ ખોરવાઈ છે. ડોક્ટરોની માગણીઓ અંગે સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોમાં એક પણ માગણી સંતોષાઇ ન હોવાનું તબીબોએ જણાવ્યું છે. સરકાર દ્વારા વારંવાર સમય માંગવામાં આવ્યો હતો. ડોક્ટરોએ સરકારને અવારનવાર સમય આપવા છતાં પણ તેમની માંગણીઓ અંગે ર્નિણય લેવાયો નથી. જેને પગલે ગુજરાત રાજ્ય ડોક્ટર એસોસિયેશન હડતાળનો માર્ગ અપનાવ્યો છે. તબીબોની હડતાળન પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ૪૦૦ સર્જરી અટકી ગઇ છે અને દર્દીઓ બેહાલ થઇ ગયા છે.
