પાકિસ્તાન
નવાઝ નવેમ્બર ૨૦૧૯માં સારવાર માટે લંડન ગયા હતા. ત્યારબાદથી તેઓ ત્યાં જ છે. ઈમરાન ખાન સરકારે તેમને પાકિસ્તાન લાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કર્યાં, પણ બ્રિટન સરકારે તેમને મંજૂરી આપી નથી. આમ પણ નવાઝ પાસે સ્વાસ્થ્યના આધાર ઉપરાંત અન્ય અનેક કાયદાકીય વિકલ્પ ખુલ્લા હતા. પાકિસ્તાન પરત ફર્યાં બાદ નવાઝ કોર્ટ સમક્ષ હાજર થશે. તેમને ચૂંટણી લડવાથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. આ સાથે એવું માનવામાં આવે છે કે સરકાર આ કેસને સુપ્રીમ કોર્ટ તથા ચૂંટણી પંચમાં પડકાર આપશે. ઈમરાન સરકારે આ કેસમાં દરેક વખત અવરોધ સર્જ્યો છે અને એટર્ની જનરલે ઈલેક્શન કમિશન સામે દલીલ જ રજૂ કરી ન હતી. શહેબાઝ સરકારમાં મંત્રીઓના નામ નક્કી કરવામાં પણ નવાઝની મહત્વની ભૂમિકા છે. તેમણે આસિફ અલી ઝરદારી અને મૌલાના ફઝલ-ઉર-રહેમાન સાથે આ મુદ્દે વાત કરી છે. એક અહેવાલ પ્રમાણે મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે અને શક્ય છે કે આજે તેમને પદ તથા ગોપનીયતાની શપથ અપાવવામાં આવે. શહેબાઝ સરકારી કર્મચારીઓ માટે અગાઉથી જ રાહતની જાહેરાત કરી ચુક્યાં છે. ૈંસ્હ્લએ ઈમરાનની સ્થિતિમાં ઈકોનોમિક પેકેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે નવી સરકાર આવ્યા બાદ આ પેકેજ અત્યારે અમલી બનાવવામાં આવી રહ્યું છે. શહેબાઝે કહ્યું કે તેઓ ઈદ અગાઉ આવામ માટે કોઈ નવી રાહતોની જાહેરાત કરવામાં આવશે.પાકિસ્તાનના ભૂતપુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આ મહિનાના અંતમાં દેશમાં પરત ફરી શકે છે. તેમનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા જાવેદ લતીફે દાવો કર્યો છે કે તેમણે નવાઝ સાથે પાકિસ્તાન પરત ફરવા અંગે વાત કરી છે. કેટલાક મીડિયા અહેવાલમાં અગાઉ એવો દાવો કરવામાં આવતો હતો કે ઈમરાન ખાન સરકાર ગયા બાદ શરીફ દેશમાં પરત ફરે તે નક્કી જ છે અને શહેબાઝ શરીફની સરકારનું રિમોટ કન્ટ્રોલ હકીકતમાં નવાઝના હાથમાં જ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે કાયદા મંત્રાલયે સુપ્રીમ કોર્ટ સમક્ષ નવાઝના પુનરાગમન અને તેમની સામે ચાલી રહેલા કેસને જલ્દીથી સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી શકાય છે. તેમા નવાઝની નાદુરસ્ત તબિયતના આધારે જેલ જવાથી રાહત આપવા માગ કરવામાં આવશે.


