Maharashtra

અભિનેત્રી કાજલ અગ્રવાલે પુત્રને જન્મ આપ્યો

મુંબઈ
બોલિવુડ અને ટોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી અને બોલિવુડની અજય દેવગણની ફિલ્મ સિંઘમમાં જાેવા મળેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પુત્રને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. બંને પહેલીવાર માતા-પિતા બનીને ખૂબ જ ખુશ છે. બાળકના જન્મ પછી અભિનંદનની શરૂઆત થઈ ગઈ છે. કાજલ અને ગૌતમના લગ્ન ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મુંબઈમાં થયા હતા. કોરોના મહામારીના કારણે આ લગ્નમાં માત્ર નજીકના લોકોએ જ હાજરી આપી હતી. થોડા દિવસો પહેલા કાજલે તેના પતિનો આભાર માનતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં અભિનેત્રીએ પોતાની બધી લાગણીઓ ઠાલવી હતી. કાજલે લખ્યું- શ્રેષ્ઠ પતિ અને પિતા બનવા બદલ આભાર. મારી સાથે આખી રાત જાગવા માટે. મને મોર્નિંગ સિકનેસ હતી. તેના માટે મારા પલંગ અઠવાડિયું ગાળવા બદલ આભાર.

Kajal-Aggarwal-blesses-with-beby-boy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *