માણાવદર તાલુકા R.D.A.M દ્વારા રસ્તા રોકી સૂત્રોચાર કરી વિરોધ કરાયો…
માણાવદર પોલીસ દ્વારા સમર્થકોની અટકાયત કરી ફરિયાદ નોધવામાં આવી…
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી.આ મામલાની જાણકારી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી હતી. જીગ્નેશ મેવાણી ની ધરપકડ ને કારણે ગુજરાતભરના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ત્યારે આજરોજ R.D.A.M માણાવદર તાલુકાનાં તમામ કાર્યકરો દ્વારા માણાવદર ખાતે રસ્તા રોકી સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.વિરોધમાં મોદી સરકાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.જ્યારે પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણી ને ફરિયાદ કે અરજીની કોપી નહી આપતા અને જાણ નહી કરતાં મામલો વધુ ગરમાયો હતો.માણાવદર ખાતે વિરોધ પ્રદર્શનમાં નરેશ રાઠોડ, ભાવિન રાઠોડ,ભાવેશ રાઠોડ,સુરેશભાઈ કાબા સહિતના R.D.A.M ના કાર્યકરો ની માણાવદર પોલીસ દ્વારા અટકાયત કરી ફરિયાદ નોંધવામાં આવી હતી…
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


