મુંબઈ
એક સમયે મુંબઈ ઈન્ડિયન્સને જેના પર ભરોસો હતો જસપ્રીત બુમરાહ આ સિઝનમાં નિષ્ફળ રહ્યા છે. અત્યાર સુધી સાત મેચ રમાયા છે અને માત્ર ચાર જ વિકેટ બુમરાહે લીધી છે. હવે લાગે છે બુમરાહના યૉર્કરમાં એ જાદૂ નથી રહ્યો. મુંબઈનો વધુ એક બૉલર જે નિષ્ફળ રહ્યો એ છે જયદેવ ઉનડકટ. જે ઉનડકટથી એક સમયે બૉલર્સ ડરતા હતા. એણે આ વખતા વિરોધીઓ પર રન લૂટાવ્યા. આઈપીએલ ૨૦૨૨માં તેણે માત્ર ચાર વિકેટ લીધી. ચેન્નઈની સામે તો ઉનડકટ એકદમ વિવશ નજર આવ્યા. ઉનડકટની જ ઓવરમાં જ ધોનીએ ચોકો મારીને સીએસકેને જીત અપાવી હતી. ઈશાન કિશન તો ચેન્નઈ સામે પોતાનું ખાતું પણ ન ખોલી શક્યા. ટીમની એક મજબૂત ઈનિંગની આશા પર તેમણે પાણી ફેરવ્યું. ૈંઁન્ ૨૦૨૨ની સાત મેચમાં તેણે માત્ર ૧૯૧ જ રન બનાવ્યું છે. જે વિદેશી ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સને ભરોસો હતો તે પોલાર્ડ તો જાણે લયમાં જ નથી. આઈપીએલ ૨૦૨૨ પોલાર્ડ માત્ર ૧૦૧ રન બનાવી શક્યા છે અને એક જ વિકેટ લીધી છે. લાગે છે મુંબઈને આ ખેલાડી ભારે પડી રહ્યો છે. ચેન્નઈની સામે આ ખેલાડી તો જાણે પાણીમાં બેસી ગયા છે. ચાર ઓવરમાં ૨૫ રન આપી અને ૧ જ વિકેટ મેળવી.એક સમયે દિગ્ગજ કહેવાતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦૨૨ના આઈપીએલમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ છેલ્લા સ્થાને છે. અત્યાર સુધીમાં સાત મેચ રમાયા એમાંથી મુંબઈ એક પણ જીતી નથી શક્યું. આ મેચમાં મુંબઈને જે પ્લેયર્સ પર ભરોસો હતો એ જ ધાર્યું પરફોર્મ ન કરી શક્યા.
