Maharashtra

મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર બેટિંગ જાેઈ રવિન્દ્ર જાડેજાએ ધોનીને પગે લાગ્યો

મુંબઈ
ભારતીય ટીમમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીએ સાબિત કર્યું કે, ક્રિકેટની દુનિયામાં તેનાથી બેસ્ટ ફિનિશર બીજું કોઈ નથી. ઝ્રજીદ્ભ સામેની આઈપીએલની મેચ છેલ્લી ઓવરોમાં ધોનીની ધુઆંધાર બેટિંગને કારણે મુંબઈ ઈંડિયન્સની જીતની આશા પર ફરી વળ્યું પાણી. આ દરમિયાન એક એવો પ્રસંગ બન્યો જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ફરી ફરીને આ વીડિયો જાેઈ રહ્યાં છે. જી હાં, અંતિમ ઓવરોમાં ધોનીએ ફરી કમાલ કર્યો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં. જે રીતે માહી મારી રહ્યો હતો એ જાેઈને દર્શકોની સાથે સાથે સીએસકેના કેપ્ટન અને મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલાં કોમેન્ટેટર સૌ કોઈ ધોનીના જબરા ફેન થઈ ગયાં. ધોનીની બેટિંગ જાેઈ કોમેન્ટેટરે કહ્યું- શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ…તો ઝ્રજીદ્ભ ના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તો જઈને બધાની સામે મેદાન પર જઈને ધોનીને પગે લાગીને કર્યું ગુરુ આપ તો આપ હૈ સબકે બાપ હૈ….! જુઓ આ વીડિયો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે ૈંઁન્ ૨૦૨૨ની ૩૩મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૩ વિકેટથી હરાવીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ મેચમાં ટોચ જીતીને જાડેજાએ પહેલાં બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. જેને પગલે પહેલાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરી મુંબઈની ટીમ. જાેકે, મુંબઈની ટીમ શરૂઆતથી જ તુ ચલ મેં આયા…ની જેમ એક બાદ એક ખેલાડી આઉટ થઈને પેવેલિયન તરફ અવર-જવર કરતા રહ્યાં છે. માંડ-માંડ મુંબઈની ટીમ લડતા લડતા ૧૫૫ના ટાર્ગેટ સુધી પહોંચી હતી. મુંબઈ તરફથી ઝ્રજીદ્ભને ૧૫૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. ઝ્રજીદ્ભને છેલ્લી ઓવરમાં ૧૭ રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા ૪ બોલમાં ૧૬ રન કરીને ચેન્નઈને મેચ જિતાડી દીધી હતી. તેણે ૧૩ બોલમાં અણનમ ૨૮ રન કર્યા હતા. આ દરમિયાન કોમેન્ટેટરે પણ કહ્યું કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ તો બીજી બાજુ સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યાં. એટલું જ નહીં સીએસકેના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ઈંડિયન્સની ટીમ અને હજારો દર્શકોની સામે જ ધોનીને પગે લાગ્યો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લી ઓવરનો રોમાંચ એવો હતો કે, દર્શકો, ખેલાડીઓ અને કોમેન્ટ્રી કરી રહેલાં કોમેન્ટેટર્સ સૌ કોઈ અવાક રહી ગયાં હતાં. ધોની જ્યારે ટીમ ઈન્ડિયામાં નવો નવો આવ્યો ત્યારે તેની બેટિંગમાં જે ધાર હતી, જે જાેશ હતો આજે પણ એવો જ ધોની ખેલ પ્રેમીઓને જાેવા મળ્યો. ચેન્નઈને છેલ્લી ઓવરમાં ૧૭ રનની જરૂર હતી. આ દરમિયાન એમએસ ધોની અને ડ્‌વેન પ્રિટોરિયસ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે આ ઓવર મુંબઈનો જયદેવ ઉનટકટ કરી રહ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકારી કુલ ૨૮ રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી. આની સાથે જ ચેન્નઈની ૭ મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં ઝ્રજીદ્ભ ૪ પોઈન્ટ સાથે ૯મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત ૭મી હાર છે. આ સિઝનમાં સ્ૈંની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જાે પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે.

MS-Dhoni-Ravindra-Jadeja-CSK-vs-MI-IPL.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *