Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 285 વિદ્યાસહાયકોને  પાંચ વર્ષ પૂર્ણ થતાં જ સમયસર નિયમિત પગારધોરણમાં સમાવિષ્ટ કર્યાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં  જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા ઓમાં વર્ષ 2017 માં નિમણૂક પામેલ વિદ્યાસહાયકોના ફિક્સ પગાર ધોરણ માટેની પાંચ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં જ રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓના 285 શિક્ષકો ને સમયસર નિયમિત પગાર ધોરણમાં સમાવિષ્ટ કરવાના હુકમ કરી દેવાયા છે,ત્યારે જિલ્લાના આવા તમામ શિક્ષકોને પુરા પગારના હુકમો એનાયત કરવા અંગે બોડેલી સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભા ખંડમાં સોમવારે સાંજે હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જ્યાં ઉપસ્થિત સંખેડાના ભાજપના ધારાસભ્ય અભસિંહ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલાકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ ,જિલ્લા શિક્ષણાધિકારી ,જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પંચાયતના તમામ સમિતિના ચેરમેન અને શિક્ષક સંઘોના હોદ્દેદારોના હસ્તે શિક્ષકોને  હુકમ એનાયત કરવામાં આવ્યા હતા, ફિક્સ પગાર ધોરણ ના વિદ્યાસહાયકમાંથી  પુરા પગારના નિયમિત શિક્ષક તરીકે નિમણૂક થતા શિક્ષકોમાં આનંદ ની લાગણી જોવા મળી હતી,શિક્ષકોએ સમયસર નિમણૂક આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220426-111514_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *