Gujarat

સુરતમાં વનિતા ઈન્ડસ્ટ્રીયલ એક્સપોઝર ટ્રેનિંગ યોજાઈ

સુરત
સુરતની વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે એફવાયબી.વીઓસી હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે “ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર ટ્રેનિંગ”અંતર્ગત વનિતા રાવતે સંબોધન કર્યું હતું. વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીમાં વનિતા રાવતે વિદ્યાર્થિનીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેણીએ યુવતીઓને તેમના જુસ્સાને આગળ ધપાવવા અને વિશ્વની સેવા કરવા માટે તેમની છુપી પ્રતિભાઓનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જીવનના કોઇપણ તબક્કે પોતાની જાતમાં સૌથી વધુ વિશ્વાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો.સાથે જ પોતાના જીવનના અનુભવો વર્ણવ્યાં હતાં. તથા વિવિધ પરિસ્થિતિમાં પણ જીવનમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે માહિતી આપી હતી.

Vanita-Vishram-Womens-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *