સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગૃહિણીઓના રસોડાનું બજેટ અસ્તવ્યસ્ત થયુ. આમજનતા આ કાળજાળ મોંઘવારીમાં ભાવવધારાથી ત્રાહિમામ. હવે તો લોકો પણ કાગના ડોળે અચ્છે દિનની પ્રતિક્ષા કરી રહ્યા છે.!!
———————————————————————
ડોમેસ્ટિક એલ.પી.જી.ગેસના બાટલામાં રૂપિયા પચાસ ના વધારાએ આ કાળજાળ મોંઘવારીમાં આમજનતાની કમર તોડી નાખી. ગૃહિણીઓમાં આ ભાવવધારાને કારણે રોષનો માહોલ જોવા મળેલ. એક તો કોરોના પછી માંડ માંડ લોકો થોડી ઘણી રાહત મળી તેમાં જ આ ભાવવધારાએ ગૃહિણીઓના રસોડાના બજેટને અસ્તવ્યસ્ત કરી દીધું.. લોકો આ અસહ્ય મોંઘવારી અને ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે
