Gujarat

ભરતસિંહે કટાક્ષ સાથે હાર્દિકને મોટો નેતા કહી સંબોધ્યો

અમદાવાદા
પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ નિવેદન બાજી કરનારા હાર્દિક પટેલ પર ભરતસિંહ સોલંકીએ વ્યંગ કર્યો છે. તેમણે પોતાને નાનો કાર્યકર ગણાવી હાર્દિકને મોટો નેતા ગણાવ્યો છે. ઉપરાંત હાર્દિક મુદ્દે પક્ષના હાઈકમાંડ ર્નિણય કરશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, હાર્દિક પટેલ અંગે મને કરતાં હાર્દિકને પૂછો તે યોગ્ય રહેશે. અમારી પાર્ટી સક્ષમ છે. જ્યારે જે ર્નિણય લેવા પડશે તે સમય પ્રમાણે ર્નિણય લેવાશે. કોંગ્રેસના બંધારણ પ્રમાણે નેતૃત્વ કરશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું, ચિંતન શિબિરમાં મુખ્ય છ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગુજરાતની ચૂંટણી અને ૨૦૨૨૪ની લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ છે. ગુજરાતે દેશને તમામ બાબતે નેતૃત્વ પૂરું પાડ્યું છે. દેશમાં ગુજરતાનું નેતૃત્વ પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પ્રચાર માટે આવશે. કેન્દ્રના આગેવાનો ગુજરાતના આગેવાનો સાથે મળીને ચૂંટણી લડશે. ભરતસિંહ સોલંકીએ કહ્યું, સમયના બદલાવ મુજબ કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં આવશે. સંગઠન અને ચૂંટણીમાં ૫૦ ટકા લોકો ૫૦ વર્ષથી નીચેના હોય તેવા લોકોને તક આપવામાં આવશે. કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટની શરૂઆત ગુજરાતથી થશે.

hardik-patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *