સુરત
અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકારીત થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિર જેવો જ મંદિર ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી શ્રોતાઓ ને એવી અનુભૂતિ થશે કે, તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ સ્થળ પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે. કાર્યક્રમની પ્રસ્તુતિ કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે ૨૪ વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌ કોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનો છે. ફાઉન્ડેશનના પ્રકાશ ધોરીયાણી દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે કે કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કઈક અલગ હશે અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નથી, પ્રવેશ નિઃશુલ્ક છે.સુરતમાં ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૦ અને ૨૧મી મેના રોજ સુરત ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉધના મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર ૨૦ અને ૨૧મી મેના રોજ સાંજે ૭ઃ૦૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે. જેમાં રામકથા મર્મજ્ઞ અને વક્તા કવિ કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન-કવનને પ્રસ્તુત કરશે.


