Gujarat

સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળની સાધારણ સભા અને હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો

  ગિરગઢડા તા 23
  ભરત ગંગદેવ..
 વેરાવળ ખાતે સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ ની સાધારણ સભા યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન પ્રમુખ *શ્રી શ્યામભાઇ નાથાણીએ કરેલ. વાર્ષિક અહેવાલ માનદમંત્રીશ્રી દિપકભાઇ ટીલાવત દ્વારા રજુ થયેલ. વાર્ષિક હિસાબો ટ્રેઝરરશ્રી બિપીનભાઇ શાહે રજુ કરેલ*
*સભામાં ઉપસ્થિત ૮૦ વર્ષ પૂર્ણ કરેલા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા શ્રી અરજણભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દવે, એલ કે.ચંદ્રાણી , કાંતિભાઇ મકવાણા તથા મધુબેન રાચ્છ સન્માનિત થયા હતા. ત્યારબાદ લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરેલા દંપતિઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમા સરોજબેન અને જયંતભાઇ દવે, ભાનુબેન અને જે.ડી.પાટણવાડીયા, કેશરબેન અને નારણભાઇ ફોફંડી, લક્ષ્મીબેન તથા અરજણભાઇ ચાવડા, ઇન્દિરાબેન તથા ડી.એમ.દવે, મંજુલાબેન તથા ડોલરભાઇ કોટેચા, સરોજબેન તથા એલ.કે.ચંદ્રાણી, લહાણીબેન તથા ઇશ્ર્વરભાઇ આહરા, આશાબેન તથા કિશોરભાઇ શાહ તેમજ રસિલાબેન તથા વિનોદભાઇ મહેતા દંપતિઓ સન્માનિત થયા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ અને કમિટી સભ્યો સર્વ  જીતેન્દ્ર મહેતા (ઉપપ્રમુખ), મધુસૂદન નાયક(ઉપપ્રમુખ), અનિલભાઇ એમ.પુરોહિત(જો.ટ્રેઝરર),  બીપીનભાઇ સંઘવી, નવિનભાઇ ભીંડોરા, દિનેશભાઇ મોદી, શૈલેષભાઇ શેઠ, અનિલભાઇ જી.પુરોહિત, વાય.આર.મહેતા તથા અરૂણભાઇ પુરોહિત સક્રિય રીતે જોડાયા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટના હાસ્ય કલાકાર  ચંદ્રેશ ગઢવી દ્વારા હાસ્ય દરબાર રજુ થયેલ જેમા સભ્યો આનંદ સાથે રસતરબોળ થયા હતા.
કાર્યક્રમનું સંચાલન કિરીટ ઉનડકટ અને શૈલેષ શેઠ દ્વારા કરવામાં આવેલ જ્યારે આભાર દર્શન ટ્રેઝરર  અનિલભાઇ એમ. પુરોહિત દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને અંતે સૌ સભ્યોએ આનંદપૂર્વક સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો. આ તકે વિવિધ કાર્યક્રમો નું આયોજન થકી ગીર સોમનાથ જિલ્લામા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ મોખરે રહેલ હોવાનું અનિષ રાચ્છ નિ યાદી માં જણાવ્યું હતું

IMG-20220523-WA0430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *