Gujarat

જૂનાગઢમાં ગીરનાર રોપવે ચાર દિવસથી બંધ થતા પ્રવાસીઓમાં નારાજગી

ઓનલાઈન બુકિંગ કરાવતા યાત્રિકોને ધર્મનો ધક્કો,
ગુજરાતના જૂનાગઢમાં ગિરનારમાં આવેલ ઉડનખટ્ટોલા (રોપવે) છેલ્લા ચાર દિવસથી ભારે પવનના કારણે બંધ રાખવામાં આવ્યાં હોવાનું પ્રવાસીઓને જણાવવામાં આવે છે.
જો કે પ્રવાસીઓ દ્વારા જ્યારે આ હાઇટેક અને ડિજીટલ બનતા આપના દેશમાં  www.udankhatola.com વેબસાઈટમાં ઓનલાઇન ટિકિટ બુક કરવામાં આવે છે તો રોપવે બંધ હોવા છતાં પણ એડવાન્સ બુકિંગ માટેની તારીખ અને સમયના સ્લોટ સાથે બુકિંગ પણ થતું હોવાની ચોકાવનારી વિગતો મળી રહી છે અને રોપવે બંધ હોવાની કોઈ વિગતો મળતી નથી.
એક તરફ જ્યારે કોરોના મહામારી બાદ જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે અત્યારે ખાસ બાળકોના વેકેશનનો સમય પણ ચાલુ છે ત્યારે બાળકો અને તેમના પરિવાર સાથે દૂરદૂરથી આવતા પ્રવાસીઓને ધર્મનો ધક્કો થાય છે અને સમય અને નાણાંનો પણ મોટો વ્યય થતો હોવાથી નિરાશા સાથે નારાજગી વ્યક્ત કરી પરત ફરવાની ફરજ પડતી હોવાની વિગતો પણ મળી રહી છે.
ઘણા યાત્રિકો શ્રદ્ધા સાથે અબજો રૂપિયાના ખર્ચે બનેલા એશિયાના સૌથી મોટા રોપવેની મુસાફરી કરી માં આંબાના ચરણોમા માથું ટેકવવા બહાર ગામથી હજારો કિલોમીટર દૂરથી આવતા હોય છે, ત્યારે તેમની વ્યથા સાંભળીએ તો લોકો ધણી આસ્થા અને  ઉત્સાહ સાથે આવે છે અને જ્યારે માં અંબાનાં અને દતમહારાજના દર્શન વગર પરત ફરતા નિરાશ થતા હોવાનું જાણવા મળે છે.
જ્યારે આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ મેળવવા ઊડનખટોલા જૂનાગઢનાં જવાબદાર કર્મચારીનો રૂબરૂ સંપર્ક કરતા તે સ્થળ પર હાજર ન હોય જેથી ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે “હું બહુ કામમાં છું. આવતો દોઢ કલાક બહુ વ્યસ્ત છું મારે ઈન્ટરનેટ પર કામ ચાલે છે તમારો ફોન આવે છે એટલે મારું કામ અટકે છે” જો કે જવાબદાર કર્મચારી પોતાની ભૂલ હોવાથી લાજવાને બદલે ગાજ્યા હતા.
ખરેખર જો રોપવે સુવિધા બંધ હોય તો વેબસાઈટમાં ઓનલાઇન ટિકિટ બુક કરવામાં જ ન આવવી જોઈએ અને ખાસ જો રોપવે બંધ હોય અને રોપવે ફરી કાર્યરત થાય ત્યારે બુકિંગ કરતા વ્યક્તિઓને તેમના મોબાઈલ પર એક મેસેજ પણ યાત્રિકોને મળે તે માટેની એક વ્યવસ્થા પણ કરવામાં આવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

IMG_20220524_185250.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *