નવીદિલ્હી
આ વીડિયો હોટલ ગ્રાન્ડ ઈમ્પીરિયાના બહારનો છે. તેમાં છોકરા-છોકરીઓ એકબીજા સાથે મારા મારી કરતા દેખાય છે. આ મારામારીમાં અમુક છોકરા છોકરીઓને ઈજા પણ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી કરીને પરત આવેલા આ છોકરા-છોકરીઓમાં અંદર અંદર ઝઘડો થયો હતો. અમુક છોકરાઓએ નશાની હાલતમાં છોકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ત્યારપછી છોકરીઓએ પણ તેમના પર હુમલો કર્યો હતો. અમુક સ્થાનિક લોકોએ આ વિશેની માહિતી પોલીસ પેટ્રોલિંગ ટીમને આપી હતી. જાેકે પોલીસને જાેઈને અમુક છોકરીઓ ગભરાઈને ભાગવા લાગી હતી. કોઈએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નથી નોંધાવી. વીઆઈપી રોડ પર ગેરકાયદેસર પાર્ટી ચાલતી હતી. તેમાં પ્રશાસન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. આ પહેલી ઘટના નથી જ્યારે વીઆઈપી રોડ પર કોઈ હોટલની બહાર આ રીતનો ઝઘડો થયો હોય. આ પહેલાં પણ અહીં આવી ઘણાં પ્રકારની ઘટનાઓ થયેલી છે. લોકડાઉન સમયે ક્વિંસ ક્લબમાં ગોળીબાર પણ થયો હતો. શીતલ ઈન્ટરનેશનલમાં પાર્ટી પછી ચપ્પાથી હુમલો કરાયો હતો. પબમાં તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે સુધી પાર્ટી કરનાર હોટલોના માલિકો પર કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા હતા. પોલીસ સામે સવાલ ઉભા થતાં જાેઈને મોડી રાતે પોલીસે આ વિવાદમાં કલમ ૧૬૦ અંતર્ગત અજાણ્યા યુવક-યુવતીઓ સામે ફરિયાદ નોંધી હતી. રાયપુર પોલીસનો દાવો છે કે, આ વિવાદમાં કોઈએ ફરિયાદ નથી કરી. તેથી અમે અજાણ્યા યુવક-યુવતીઓ સામે ફરિયાદ નોંધીને સીસીટીવી અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.રાયપુરના વીઆઈપી રોડ વિસ્તારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં રોડ પર અમુક છોકરા છોકરીઓ જબરજસ્ત મારઝૂડ કરતા દેખાય છે. તેમાં છોકરીઓ પણ છોકરાઓ પર હુમલો કરતી હતી અને છોકરાઓ પણ છોકરીઓને મારતા હતા. વીડિયોમાં બધા એક બીજાને ગાળો આપતા હતા. ૮થી ૧૦ છોકરા છોકરીઓનું ગ્રુપ એક બીજા પર હુમલો કરતા પણ દેખાય છે.


