Gujarat

સાવરકુંડલા શહેરમાં વરસાદે ડોળ કર્યો.. ગર્જયો એવો વરસ્યો નહીં.ખાલી ઝાપટાં પડવાથી રોડ રસ્તા ભીના થયાં.સાંજે છ વાગ્યે તો સૂર્યનારાયણે દર્શન દીધાં. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોર સુધી ધોમધખતો ઉનાળો હતો અને બપોરે ૩ વાગ્યા આસપાસ વાતાવરણમાં સંપૂર્ણ બદલાવ આવ્યો જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન ધીમીધારે થયું જો કે મેઘરાજાએ ડોળ ખૂબ કર્યો. પરંતુ ગર્જયો એટલો વરસ્યો નહીં.. અડધી કલાકમાં તો છૂ થઈ ગયો. આમ  તો કેરીની મોસમ આ વખતે મોડી શરૂ થઈ હતી એમાં વરસાદના ઝાપટા વરસ્યા થોડો ડોળ કરીને વરસાદ પણ જતો રહ્યો.. રસ્તા ભીનાં થયાં નાના બાળકોને  એ વરસાદી વાતાવરણ વચ્ચે રસ્તામાં અને શેરીઓમાં બહાર નીકળી આનંદથી નાચી ઉઠ્યા.. પણ આ તો મેઘરાજાને વટનો કટકો.. ખાલી રસ્તા ભીના કરીને રવાના.. હા, વીજળી રાણી પણ વરસાદ અને વાઝડીને કારણે રિસાય ગયાં..જો કે અડધી પોણી કલાકમાં વાતાવરણ શાંત થતાં વિદ્યુત પુરવઠો પુનઃ ચાલુ થયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. પરંતુ ભૂમિપુત્રોની ચિંતામાં વધારો કર્યો. ખાસ કરીને કેરી, તલ જેવા પાકોને નુકસાન થયું.. બાકી આ તો ક્લાઈમેટ ચેન્જ એટલે જ અણધાર્યો વરસાદ.. વગર બોલાવ્યે મહેમાન થયો.. જો કે સાવરકુંડલા શહેરમા તો માત્ર પોતાની હાજરી નોંધાવી રવાના થયો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળ્યા..સાંજે છ વાગ્યે તો સૂર્યનારાયણે દર્શન પણ દીધાં. હા, આકાશમાં મેઘધનુષ્ય દેખાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *