નવીદિલ્હી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી૨૦ મેચ રમાનારી છે. મેચની પૂર્વસંધ્યાએ બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે લોકેશ રાહુલ ઇજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને તેને સ્થાને રિશભ પંત ટીમની આગેવાની લેશે. આ ઉપરાંત આઇપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના સુકાની હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લોકેશ રાહુલ ઉપરાંત લેગ સ્પિનર કુલદીપ યાદવ પણ ઇજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલની ગેરહાજરીમાં હવે ગુરુવારની સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડની સાથે ઇશાન કિશન ભારતીય ઇનિંગ્સનો પ્રારંભ કરશે.પ્રવાસી સાઉથ આફ્રિકા સામેની ગુરુવારથી શરૂ થઈ રહેલી ટી૨૦ ક્રિકેટ સિરીઝ અગાઉ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે કેમ કે તેનો સુકાની લોકેશ રાહુલ ઇજાને કારણે સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. તેને સ્થાને વિકેટકીપર-બેટ્સમેન રિશભ પંતને ભારતીય ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સિરીઝમાં નિયમિત સુકાની રોહિત શર્મા, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આ સંજાેગોમાં રાહુલ પણ ટીમમાંથી આઉટ થઈ જતાં ટીમને નુકસાન પહોંચશે.


