Gujarat

 છોટાઉદેપુર ખાતે કેન્દ્ર સરકારના  આઠ વર્ષના સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

રાજય સરકાર દ્વારા અનેક જનકલ્યાણલક્ષીઓ યોજનાઓ અમલમાં મુકી છે. જેના સુચારૂ અમલીકરણ થકી રાજયનો ચોમેરથી વિકાસ થઇ રહ્યો છે. કારણ કે, રાજયના પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય એ રાજય સરકારની નેમ છે એમ, રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના ઘેલવાંટ ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં યોજાયેલા કેન્દ્ર સરકારના આઠ વર્ષના સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ દેશ પ્રગતિના પથ પર અગ્રેસર થયો છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના કુંટુંબીજનોને સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલે રાજય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે છણાવટ કરી દિકરીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે તલસ્પર્શી માહિતી રજૂ કરી હતી. તેમણે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે પણ વિગતવાર જાણકારી આપી સરકારની વિકાસયાત્રામાં સૌ સહભાગી થાય એવી અપેક્ષા વ્યકત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક, કાર્ડ અને મંજુરી હુકમોનું વિતરણ કર્યું હતું. મંત્રી પરમારે મિશન મંગલમ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઇ શાહે કાર્યક્રમની આયોજનનો આશય સ્પષ્ટ કર્યો હતો. આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઘનશ્યામભાઇ બોરડે આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઇ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, જીલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, અન્ય પદાધિકારીઓ, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, પ્રયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર અન્ય વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

09-06-2022_-8-varsh-seva-sushasan-and-garib-kalyan-karyakram-8.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *