મકસુદ કારીગર.કઠલાલ
માનવીય અભિગમ અને કોમી સૌહાર્દતા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં આરોગ્ય, શિક્ષણ, વોકેશનલ ગાઈડન્સ સહિત ની સેવાકીય પ્રવૃતિઓ કરતા ઑરીન ફાઉન્ડેશન દ્વારા સરખેજ વિસ્તારમાં ફતેહવાડી માં ખૂબ જ રાહતદરે *ઑરીન કૉમ્પ્યુટર ક્લાસ* નું ઉદઘાટન કાર્યક્રમ આજે કરવામાં આવ્યો. સર્વ ધર્મ સમભાવ અને કોમી એકતા – એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સામાજિક અને શૈક્ષણિક અગ્રણીઓ, વિવિધ ધર્મ ના ધાર્મિક ગુરુઓ અને મહંતો, ઉદ્યોગપતિઓ ની હાજરી થી પ્રસંગ દિપી ઉઠ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેક્રેટરી સરફરાઝ દૂધવાલા એ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ નો ચીતાર આપ્યો.સંસ્થાના ટ્રસ્ટી અનીશ ભાઈ બેલદારે કમ્પ્યુટર ક્લાસ ની જરૂરિયાત અને ઉપયોગીતા વિશે ચર્ચા કરી જ્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા એ કાર્યક્રમ અને કોમ્પ્યુટર ક્લાસ ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ સફી ભાઈ મણિયારે સંસ્થાના આ પગલાને બિરદાવ્યું હતું જ્યારે અમવા સંસ્થા ના જાણીતા સમાજ સેવિકા અને પ્રોફેસર મહેરુન્નિશા દેસાઈ એ શિક્ષણના મહત્વ અને અગત્યતા બાબતે જાગૃત કર્યા હતા સર્વ ધર્મ માં માનનાર હનુમાનજી મંદિરના મહંત,જામિયહ કશિકૂલ ઉલૂમ ના મુક્તિ સાબ અને ક્રિશ્ચિયન ધર્મના ધર્મ ગુરુ મેકવાન સાહેબ આ રૂડા પ્રસંગે હાજર રહી આશિર્વચનો અને દુઆઓ કરી હતી ગોમતીપુર ના કાઉન્સિલર ઈકબાલભાઈ શેખ અને શાહિન ફાઉન્ડેશન ના હમીદભાઈ મેમને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તેમજ કાદરી પાર્ટી પ્લોટ ના માલિક શકીલભાઈ કાદરી એ આ અવસરે ઉપસ્થિત રહી અને ઓરીન ફાઉન્ડેશન ના કામથી પ્રભાવિત થઈ આગામી ઓરીન ફાઉન્ડેશનના કોઈપણ કાર્યક્રમ માટે કાદરી પાર્ટી પ્લોટ નિશુલ્ક આપવાની ખાતરી આપી હતી અમદાવાદના પ્રખ્યાત એનજીઓ જેન્યુઈન હેલ્પફાઉન્ડેશન, ફર્સ્ટ હેલ્પ, મુસ્તહિક ગ્રુપ ,નવયુગ યુથ સેન્ટર,અજીમ ફાઉન્ડેશન અને લેટ અસ હેલ્પ ગ્રુપ, ના જવાબદાર સભ્યો હાજર રહ્યા હતા .સંસ્થા એ વિશેષ આમંત્રણ આપતા હિંમતનગર થી રજબ દિવાન અને નાઝ ફાઉન્ડેશન એસ.કે ગ્રુપ વતી સાબીરશા દિવાન (એસ.કે જંત્રાલ વાળા )એ પણ હાજરી આપી હતી .
ઉપસ્થિત મહાનુભાવો ના કર કમલો થી રિબન કાપી ઓરીન કોમ્પ્યુટર ક્લાસ ખુલ્લો મુકવામાં આવ્યો. આ કોમ્પ્યુટર ક્લાસમાં તદ્દન નજીવા દરે એટલે કે માસિક માત્ર રૂપિયા 300 ના રાહત દરે પ્રવેશ આપી સંપૂર્ણ કોર્સ તમામ સગવડતાઓ સાથે શીખવવામાં આવશે અને તે માટે તમામ પ્રકારના સાથ સહકારની ખાતરી ઈલ્મ ફાઉન્ડેશન ના ઉસ્માન સર દ્વારા આપવામાં આવી .
કાર્યક્રમનું સફળ સંચાલન ઇરફાનભાઇ ઈદની જહુપુરા દ્વારા કરવામાં આવ્યુ


