Gujarat

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ફિનાઈલ પી લીધું

રાજકોટ
રાજકોટમાં વ્યા જખોરોના ત્રાસથી વધુ એક યુવકે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હર્ષ જીજ્ઞેશભાઇ જાેષી (ઉ.વ.૨૨) નામના યુવાને ફિનાઇલ પી લેતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અહીં હોસ્પિનટલ ચોકીના સ્ટાવફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હર્ષના માતા-પિતા હયાત નથી. પોતે એક બહેનથી નાનો છે અને ડ્રાઇવીંગ કામ કરે છે. એક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે. અગાઉ તેણે નાનીમા બિમાર હોઇ તેની સારવાર માટે પરિચિત એવા ખોડિયારનગરના કિશન ગઢવી પાસેથી રૂ. ૭૦ હજાર હાથ ઉછીના લીધા હતાં. આ રકમ સામે બાદમાં તેણે વ્યાજિ માંગતા અત્યા.ર સુધીમાં કુલ ૯૦ હજાર ચુકવી દીધા છે. પણ હવે તે રૂ. ૧ લાખ ૪૦ હજાર માંગી સતત હેરાન કરે છે. આ કારણે કંટાળી જઇ પોતે રાતે ઘર નજીક ફિનાઇલ પી ગયો હતો અને ઘરે જઇ ઉલ્ટીજઓ કરવા માંડતાં તેને હોસ્પિ ટલે ખસેડાયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *