મુંબઇ
મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કારણે રાજકીય સંકટમાં ગરમાવો આવ્યો છે, ત્યારે ઉદ્ધવ સરકારે બળવાખોર ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પરત ખેંચી છે.જેને લઇ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીને પત્ર લખ્યો છે. આ પત્ર શિંદેએ ૩૮ બળવાખોર ધારાસભ્યોની સહી સાથે લખ્યો છે. જેમાં ધારાસભ્યોના પરિવારને કાંઈ થવા પર સરકારને જવાબદાર ઠેરવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારે બળવાખોર શિવસેના ધારાસભ્યોના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને ડીજીપી મહારાષ્ટ્રને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘૩૮ ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા દુર્ભાવનાપૂર્ણ રીતે પાછી ખેંચી લેવામાં આવી છે.’ તેના માટે જવાબદાર છે.
બળવાખોર ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાના એકનાથ શિંદેના આરોપો પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, અમે કોઈની સુરક્ષા હટાવી નથી, લોકોમાં ગુસ્સો છે. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર પર આવો દેખીએ છીએ કે, કોનામાં કેટલો છે. હું કોઈ હવમાં વાત નથી કરતો. તેમણે વધુમાં ઉમેર્યું કે,હું દેવેન્દ્ર ફડણવીસ કહું છે, આ મામલે તેઓ દૂર રહે નહીંતર ફસાઈ જશે


