Gujarat

નર્મદા જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો બીજા દિવસની ફલશ્રૃતિ

————–
જિલ્લામાંરૂા.૭.૮૧ કરોડથી પણ વધુની રકમના હાથ ધરાનાર ૧૦ જેટલા વિવિધ વિકાસકામોની
ઘોષણા : રૂા.૫૩.૨૮ લાખથી પણ વધુની રકમના ૧૨ જેટલા વિવિધ વિકાસકામોનું કરાયું લોકાર્પણ
————–
               નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” ના બીજા દિવસે રૂટ નંબર એક પર દેડીયાપાડા તાલુકાના નવાગામ જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ કુલ ૯ ગામમાંથી રથ પસાર થતાં ગામે ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. “વંદે ગુજરાત વિકાસયાત્રા” ના રથ થકી ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ યોજના પહોંચાડવા થઈ રહેલા સઘન પ્રયાસો અંગેની ફિલ્મો પણ દર્શાવવાની સાથે વિવિધ યોજનાકીય લાભોની જાણકારી સાથે માહિતગાર કરાયાં હતાં.
               દેડીયાપાડા તાલુકામાં ચાલી રહેલી વિકાસ યાત્રાના બીજા દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૯ ગામમાં રૂા.૭.૮૧ કરોડના ખર્ચે આગામી સમયમાં હાથ ધરાનાર કુલ ૧૦ નવા કામોની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે ૩૬ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓના કુલ ૨૭૭ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
              “વંદે ગુજરાત વિકાસયાત્રા” ના બીજા રૂટ પર નાંદોદ તાલુકામાં જિલ્લા પંચાયતની ભદામ બેઠકમાં સમાવિષ્ટ ૧૩ ગામમાં આવતા ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ગામમાં થયેલા રૂા.૧૭.૨૮ લાખના ૮ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ૬ લાભાર્થીઓને રૂા.૫૧ હજારની રકમના લાભોના મંજૂરી પત્રો અને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦

IMG-20220707-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *