બોડેલી ખાતે આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં હેડ બોય, હેડ ગર્લ તથા સ્પોર્ટ્સના હેડ બોય, હેડ ગર્લ તથા શાળાના પૃથ્વી, આકાશ, અગ્નિ, ત્રિશુલ ચાર હાઉસ માંથી હાઉસ કેપ્ટનની ચૂંટણી યોજાઈ. દરેક હાઉસ માંથી ઉમેદવાર રહેલા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી આપવામાં આવી. પસંદ થયેલા ઉમેદવારો માટે શૈક્ષણિક ચિન્હો ફાળવવામાં આવ્યા. ઉમેદવારો પાસે નામાંકન ફોર્મ ભરાવી પ્રચાર માટે વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાના અન્ય બાળકો સામે પોતાનો શાબ્દિક પ્રચાર કર્યો અને વિજેતા બનાવવા માટે વોટની માંગણી કરી તારીખ 4/07/2022 ના રોજ મતદાન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને આંગળી પર શાહી લગાવવામાં આવી તથા તેમને બેલેટ પેપર આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ તેમના પસંદીદાર ઉમેદવારોને મત કુટીરમાં જઈ વોટિંગ કર્યું.
વિદ્યાર્થીઓ લોકશાહી વિશે માહિતગાર થાય તથા ભારતમાં ચૂંટણી કઈ રીતે યોજવામાં આવે છે તે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવે એ ભાવનાથી શાળા દ્વારા ચૂંટણી યોજવામાં આવી. વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો અને ઉમેદવારોમાં હારજીતની વ્યથા જોવા મળી.આમ, સફાયર પબ્લિક સ્કૂલ દ્વારા શાળા પંચાયતની ચૂંટણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


