Gujarat

વાવ ગામમાં પત્ની પિયરથી પાછી ન આવતા પતિએ ગળેફાંસો ખાદ્યો

નવાગામ
કામરેજના વાવ ગામની સુર્યદર્શન સાયલંટ સિટી સોસાયટીમાં રહેતાં વિશાલગીરી લક્ષ્મણગીરી ગૌસ્વામીની પત્નિ કાજલબહેન સાત માસનાં પુત્રને લઇને અઠવાડિયાથી પિયર ચાલી ગઇ હતી. ૧૦મી જુલાઈએ વિશાલે પત્નીને ફોન કરી બે દિવસ પછી લેવા આવવાનું જણાવતાં કાજલે પરત આવવાની ના પાડી દીધી હતી. તેમજ કાજલનાં પિતા જયંતિગીરી ગૌસ્વામીએ પણ હું મારી દિકરીને તમારે ત્યાં મોકલવાનો નથી. તમારે થાય તે કરી લેજાે તેવી ફોન પર વાત કરતાં ઘરે આવી વિશાલે માતા પુષ્પાબહેન અને મોટાભાઇ નિતીન સાથે ઝઘડો કરી ઉપરનાં માળે બેડરૂમમાં ચાલી જઇ અંદરથી લોક કરી દીધો હતો અને પુષ્પાબહેન પાણી આપવા જતાં વિશાલે દરવાજાે નહીં ખોલતા અને જવાબ નહીં આપતાં દરવાજાે તોડી જાેતા વિશાલ પંખા સાથે લટકતો જાેવા મળ્યો હતો. ૧૦૮ને ફોન કરી બોલાવતાં મરણ જાહેર કર્યો હતો.યુવકના ભાઇએ પોલીસમાં જાણ કરી હતી.વાવ રહેતા યુવકની પત્ની પુત્ર સાથે પિયર જતી રહી હતી.પત્નીને ફોન કરીને બે દિવસ પછી લેવા આવવાનું જણાવતા પત્નિએ ના પાડી હતી તથા સસરાએ પણ હું મારી દિકરીને મોકલવાનો નથી, થાય તે કરી લેજાે. જેથી મનદુખ થતાં ફાંસો ખાધો હતો.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *