ગિરગઢડા
ભરત ગંગદેવ
ઉના શહેરને મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર ખાડામાં એક થી બે ફૂટ પહોળા ખાડા ના બુરાતા ધારાસભ્ય એ થાળી વગાડે ખાડા નું પૂજન કરી અનોખો વિરોધ કર્યો
ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ પ્રથમ વરસાદ પડતા સરકારે હોસ્પિટલ ગોદરા ચોક ટાવર ચોક શાક માર્કેટ જાહેર બાગ સામે ત્રિકોણ બાગ બસ સ્ટેશન રોડ વડલા ચોક મચ્છુન્દ્રી પુલ સુધી એક માસ પહેલા ડામર પેવર રોડ નેશનલ હાઈવે તરફ બનાવેલ તેમાં મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર થતાં એક થી બે ફૂટ પહોળા એક ફૂટ ઊંડા ખાડાઓ પડી જતા વરસાદના પાણી ભરાતા વાહન ચાલો કોને હલાવતા અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે ત્યારે નેશનલ હાઇવે ના અધિકારીઓની ઉંધ ઉડાડવા આજ રોજ ઉના ના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ ડાભી શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા યુવા કોંગ્રેસ નેતા કમલેશભાઈ કાનજીભાઈ સાખટ વગેરે ટાવર ચોક થી થાળી વગાડી ખાડાઓનું કંકુ ચોખા અબીલ ગુલાલ થી પૂજન કરી અનોખો વિરોધ કરેલ અને તુરંત ખાડામાં કાળી કાકરી વોટર પ્રુફ ડામર નાખી તમામ ખાડાઓ પૂરી ચોમાસુ પૂરું થાય ત્યાં સુધી ખાડાઓ ન પડે તેવી માંગણી કરી હતી વરસતા વરસાદમાં વિરોધ કરતા વેપારીઓ પણ આશ્વર્ય પામ્યા હતા.

