Gujarat

ગીરગઢડાના ફુલકા ગામેથી રૂ.૧.૧૪ લાખના મુદામાલ સાથે ૬ જુગારીઓ ઝડપાયા…

ઊના – ગીરગઢડાના ફુલકા ગામે અમુક શખ્સો રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા એલ સી બી બ્રાન્ચે રેઇડ કરતા ૬ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સુખદેવસિંહ દાનસિંહ ગોહીલ રહે. મુળ ફુલકા હાલ સુરત, માનસીંગ મંગુ સોલંકી રહે. કેસરીયા, રવિ બાલા બાંભણીયા રહે.ઉના, ઓવેશ યુસુફ પાણાવઢુ રહે. કોડીનાર, અલ્તાફ ભીખુ પટણી રહે. મૂળ કોડીનાર. હાલ ભાલકા તા.વેરાવળ તેમજ નવુભા કાળુભા વાઘેલા રહે.ફુલકા આ તમામ શખ્સો ફુલકા ગામે પાણીના ટાંકા પાસે નવુભા કાળુભા વાઘેલાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી ગીરસોમનાથ જીલ્લા એલ સી બી.ના કે જે ચોહાણ, એન વી કછોટ, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ, સંદિપભાઇ ઝણકાટ સહીતની ટીક સ્થળ પર દોડી જઇ રેઇડ કરી હતી. જેમાં રોકડ રકમ, ૩ મોબાઇલ સહીત કુલ રૂ.૧,૧૪,૯૨૦ ના મુદામાલ સાથે ૬ શખ્સોને પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગીરગઢડાના-ફુલકા-ગામમાંથી-૬-જુગારીઓ-ઝડપાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *