Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી રાજગોર બ્રાહ્મણ બોર્ડીગ ખાતે જનરલ મીટીંગ યોજાઇ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા શ્રી રાજગોર બ્રાહ્મણ બોર્ડીગ ખાતે જનરલ મીટીંગમાં ખુબ મોટી સંખ્યામાં જ્ઞાતિ ભાઈઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.આગામી બળેવ (રક્ષાબંધન)ના દિવસે જ્ઞાતિનુ સમૂહ ભોજન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ માટે ચર્ચા કરી હતી અને નવ યુવક મંડળની રચના કરવામાં આવેલ. સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિવ્યકાંતભાઈ જોષી,બોર્ડીગ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ રતિભાઈ જોષી,ભોળાભાઈ બોરીસાગર,આશિપભાઈ રાજયગુરૂ,અતુલભાઈ જાની,પી.ડી.જોષી સહિત જ્ઞાતિ અગ્રણી અને યુવાનો ઉપસ્થિત હતા. કાર્યક્રમનુ સંચાલન શ્રી રમેશભાઈ રવિયા દ્રારા કરવામાં આવેલ.

IMG-20220724-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *