પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,અમરેલી નાઓ દ્રારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી,મહતમ પેટ્રોલીંગ ફરી,આવી ગુન્હાહિત પ્રવૃતિ કરી નાસતા-ફરતા આરોપીઓ ને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગ નાઓ દ્રારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓ ની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી નાસતા-ફરતા આરોપીઓ ને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત દામનગર પો.સ્ટે.વિસ્તારમાં ગત તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ દામનગર પો.સ્ટે.માં પાર્ટ સી.ગુ.ર.ન.-૧૧૧૯૩૦૧૭૨૨૦૧૪૮/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫(એ)(એ),૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧ મુજબ નો ગુન્હો રજી.થયેલ હોય જે ગુન્હામાં એક આરોપી અગાઉ પકડી પાડવામાં આવેલ જે આરોપી ને ગુન્હો કરવામાં મદદ કરનાર અને સહ આરોપી નુ નામ ખુલેલ હોય જે આરોપી છેલ્લા ચાર માસ થી પોતાની કાયદેસર ની ધરપકડ ટાળી નાસતો-ફરતો રહેલ હોય જેથી બાતમી હકિકત આધારે તપાસ કરાવતા વડોદરા શહેર ખાતે હોવાનુ માલુમ પડતા જે આરોપી ને વડોદરા શહેર થી પકડી પાડી સદરહુ ગુન્હાના કામે દામનગર પો.સ્ટે.માં લાવી ધોરણસર અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીની વિગત*
મહેશભાઇ લક્ષ્મણભાઇ બગડા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.છભાડીયા તા.લાઠી જી.અમરેલી
*નાસતા-ફરતા પકડાયેલ આરોપીની વિગત*
ભરતભાઇ ઉર્ફે ભરત પટ્ટી છગનભાઇ મેવાડા ઉ.વ.૩૭ ધંધો-મજુરી રહે.સુરત,એ-૨૭,ઘર નં-જી.તારક સોસાયટી,ગેટ નં-૦૧,શિવરંજની સોસાયટી એપાર્ટમેન્ટ,વેડ તા.જી.સુરત
આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,અમરેલીનાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્રારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓ તથા દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

