શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારો અંગે ના સેમીનારો નુ શાળાઓ,સ્કુલ તેમજ કોલેજો મા સેમીનાર આયોજન કરવાની સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ નાઓ દ્રારા જીલ્લા મા સાયબર ક્રાઇમ તેમજ મહિલા સુરક્ષા અંગેના સેમિનારોનનુ આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન તથા બગસરા પોલીસ સ્ટાફ તથા શ્રી એચ.કે. મકવાણા પો.ઇન્સ સાયબર ક્રાઇમ પો.સ્ટે તથા સાયબર ક્રાયમ પોલીસ સ્ટાફ અમરેલીનાઓ ની ટીમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજરોજ જે.સી.ધાણક કોલેજ મા સાયબર ક્રાઇમ અને મહીલા સુરક્ષા અંગેનુ સેમીનાર નુ આયોજન કરવામા આવેલ હતુ અને આ આયોજન દરમિયાન કોલેજ મા કુલ ૪૦૦ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ હાજર રહેલ અને હાજર રહેલ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ ને સોશીયલ મીડીયા અંગે સાવચેતી અંગે ના પગલાઓ તેમજ મોબાઇલ હેકીંગ અને સોશીયલ મીડીયા ઉપયોગ થતી એપ તેમજ સોશીયલ મીડીયા ના બનાવામાં આવેલ ફેક એકાઉન્ટ અંગે નો તેમજ બેકિંગ સેવા મા થતા ફ્રોડ અંગે માર્ગદર્શન પાઠવવામા આવેલ હતુ અને આ દરમિયાન પોલીસ કર્મચારી તથા વિદ્યાર્થીઓએ સામ સામે સંવાદોથી સાયબર ક્રાઇમ તથા મહીલા સુરક્ષા અંગે ની માહીતી આપવામા આવેલ હતી.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

