રાંદલ કે રત્નાદેવી એ સૂર્યની પત્ની છે તથા માતૃત્વ પ્રદાન કરનારી એક દિવ્ય શક્તિ છે. વેદકાળમાં પણ રાંદલની પૂજા ઘરે ઘરે થતી હતી. રાંદલ સૂર્યપત્ની હોવાથી તેનું વાહન ઘોડો અને તેના સ્વરૂપની સંજ્ઞા બે લોટા પ્રતીકરૂપ છે.બધી દેવીઓ એકલી જ પૂજાય છે જયારે રાંદલને તો સૂર્ય જોડે તેડાય છે તેને રાંદલ તેડયા કે રાંદલના લોટા શણગાર્યા કહેવાય છે.
રાંદલદેવી તથા સૂર્યપૂજા સંદર્ભમાં માણાવદરમાં આજે જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રાંદલના સમૂહ લોટા શણગારનો ઉત્સવ આયોજીત થયો છે. આ ઉત્સવમાં લોટાનું સ્થાપન, પૂજા, ભોગ, નૈવેદ્ય તથા ગોરણીપૂજા અને કુમારિકાપૂજન કરવામાં આવનાર છે. આ સમૂહ રાંદલના લોટા મહોત્સવના મુખ્ય આચાર્ય તરીકે નયનભાઈ અધ્વર્યુ પોતાની ધાર્મિક તત્વશીલ સેવા આપી.
અહેવાલ – દિપક રાજા – માણાવદર
