Gujarat

ગુજરાતમા દારૂની ગંગા વહે છે ને સરકાર કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે : માણાવદર કોંગ્રેસના તીખા સવાલો

માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માણાવદર મામલતદાર મારફતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં 26 જુલાઈ 2022 ના રોજ બોટાદ જિલ્લામાં બનેલ લઠ્ઠાકાંડના સંદર્ભે કોંગ્રેસ સરકારનું જૂઠાણું ઉપર સવાલો કર્યા છે ને કહ્યું છે કે સરકાર દારૂબંધી કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે ગુજરાત આખામાં દારૂબંધી ફક્ત નામની જ છે ગુજરાતમાં દારૂની ગંગા વહે છે નાના ગામડાથી માંડી મોટા શહેરો સુધી દારૂના હાટડા ખુલ્લામાં જ ચાલે છે બધે જ દેશી તથા વિદેશી દારૂઓ બેફામ વગર રોકટોકે વેચાય છે.
રોજ દારૂના વાહનો પકડાય છે છતાં સરકાર કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે!!! હકીકતમાં ગુજરાતમાં છૂટથી દારૂ મળે છે રોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે જો દારૂબંધી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? કોંગ્રેસ અંતમાં જણાવેલ છે કે બોટાદના લઠ્ઠાકાંડની જવાબદારી સરકાર સ્વીકારે અને હાલના રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તાત્કાલિક રાજીનામું આપે
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220728_153126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *