Gujarat

પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન  પ્રકાશ જાવડેકરે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે “મોદી @ 20” પુસ્તક વિશે માહિતી આપી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદીની શાસનિક કારકિર્દી ના હાર્દ સમાન પુસ્તક આગામી પેઢીને આપશે પ્રેરણા…
 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ એવા માનવ સંસાધન વિભાગ ની જવાબદારી વર્ષો સુધી વહન કરનાર રાષ્ટ્રના શિર્ષ નેતાઓમાંના એક શ્રી પ્રકાશ જાવડેકર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓનું સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર લલિત પટેલ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદીએ સ્વાગત કર્યું હતું.
દેશભરના શીર્ષ 20 લેખકો દ્વારા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની છેલ્લા 20 વર્ષની શાસનિક કારકિર્દી વિશે લખવામાં આવેલ પુસ્તક મોદી એટ ટ્વેન્ટી સુશાસન કઈ રીતે કરી શકાય,સર્વાંગી વિકાસ કેને કહેવાય તેની અનુભૂતિ કરાવે છે તેમ શ્રી જાવડેકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે આઠ વર્ષની પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની શાશનિક રાજકીય કારકિર્દી ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને આગામી પેઢી તેમાંથી પ્રેરણા લે તેવા આશયથી યુવા પેઢીને વિશેષ રૂપે કોલેજ જતા વિદ્યાર્થીઓને આ પુસ્તક તરફ આકર્ષિત કરવા આ કાર્યક્રમ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે યોગ ભવનમાં યોજાયો હતો.
આ તકે વેરાવળ નગરપાલિકા પ્રમુખ  પિયુષભાઈ ફોફંડી, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સહિતના અગ્રણીઓ અને વેરાવળ શહેરના શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220730-WA0642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *