Gujarat

તા.૭ ઓગસ્ટ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ અરજી કરવાની રહેશે  

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાના કલાકારો, ખેલાડીઓ, સાહસિકોનું સન્માન કરવામાં આવશે. જેમાં તા.૨૬ જાન્યુઆરી પછીના સમયથી અત્યાર સુધી જામનગર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે ખેલાડીઓ-કલાકારો રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા ગયા હોય તેમજ કોઈ વિશેષ સિદ્ધિ મેળવેલ હોય તેવા ખેલાડી, કલાકારો, સાહસિકો પોતાના બાયોડેટા, જરૂરી પ્રમાણપત્રો સાથેની અરજી તા.૭ ઓગસ્ટ સુધીમાં કચેરીના સમય દરમિયાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન-૪, રૂમ નં.૪૨, રાજપાર્ક જામનગર ખાતે પહોંચાડવા તેમજ જરૂર જણાતા ફોન નં ૦૨૮૮-૨૫૭૧૨૦૯ પર સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી. જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *