Gujarat

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા બે દિવસમાં 16096 ગૌધનનું રસીકરણ કરાયું

જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં પ્રસરેલ લમ્પી વાયરસને નિયંત્રિત કરવા માટે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ચાર દિવસ સુધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.૩૦જુલાઇના રોજ જિલ્લાના 8956 ગૌધનને તેમજ તા.૩૧જુલાઇના રોજ 7140 ગૌધનને વેક્સિન આપવામાં આવી છે. બે દિવસ દરમિયાન જામનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં  કુલ 16096 ગૌધનનું રસીકરણ કરવામાં આવ્યું છે. તે બદલ પશુપાલકોએ સરકાર અને પશુપાલન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.

“અમારા ગામમાં લમ્પી વાયરસ સક્રમીત ગાયોની પશુપાલન વિભાગે તાત્કાલિક સારવાર કરતાં હાલ ગૌધન તંદુરસ્ત છે” :નવાનાગના ગામના રહેવાસી પરષોત્તમભાઈ

જામનગર તાલુકાના નવાનાગના ગામે રહેતા પરષોત્તમભાઈએ જણાવે છે કે, અમારા ગામમાં લમ્પી રોગ પ્રસરેલ હતો. પશુપાલન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા પશુડોક્ટરોએ તાત્કાલિક ગાયોની સારવાર કરી હતી. અને ગૌધનનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે આ રોગ કાબુમાં આવી રહ્યો છે. અને હાલ અમારી ગાયો તંદુરસ્ત છે.

“મારા પશુઓનું રસીકરણ કરાવ્યા બાદ એકેય પશુઓમાં રોગ આવ્યો નથી” :રામેશ્વરનગરમાં રહેતા પશુપાલક મહાવીરસિંહ વાઢેર

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પશુપાલક મહાવીરસિંહ વાઢેર જણાવે છે કે, મે મહિનામાં લમ્પી રોગ પ્રસરતા મે મારા પશુઓની સારવાર કરાવી હતી. અને જે પશુઓ તંદુરસ્ત હતા તેનું તાકીદે રસીકરણ કરાવતા એકેય પશુઓમાં લમ્પી રોગ પ્રસર્યો નથી. પશુવિભાગ દ્વારા સારી રીતે પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *