Gujarat

બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ જીવના જોખમે  સવારી કરી રહ્યા છે  

બોડેલી તાલુકામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરતા હોવાનો વિડિઓ વાઇરલ થતા વાલીઓ માં રોષ ભભૂકી ઉઠ્યો છે
બોડેલી તાલુકામાં વિદ્યાર્થીઓ કારટીગ છગડા નીપાછળ બેસીને જોખમી મુસાફરી કરી રહ્યા હોવાનો જોવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
  બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ખાનગી વાહનો માં ઘેટાં બકરા ની જેમ જોખમી મુસાફરી કરતા દ્રશ્યો સામાન્ય બન્યા છે.પણ હાઇવે માર્ગે છકડામાં બાળકો લટકીને કે છત પર બેસીને જોખમી મુસાફરી કરે તે ગંભીર બાબત ગણાય.આવા વાહનો સામે જિલ્લા પોલીસ કેમ ચૂપ છે તે પ્રશ્ન ઉભો છે.
    બોડેલી તાલુકામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે  સવારી કરતા હોવાનો વિડિઓ વાઇરલ થતા વાલીઓ માં રોષ ભભૂકી ઉઠ્યો છે. બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ છગડામાં સવારી કરી રહ્યા છે   જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કોઈ અપ્રિય ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે. બોડેલી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં એસટી બસ ની સુવિધા ના અભાવે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220804-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *